વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ સામે સર્જાયેલા એક ગમખ્વાર હિટ એન્ડ રનના બનાવમાં જાલી ગામના 70 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે વૃદ્ધને અડફેટે લીધા બાદ તે વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત 15ના રોજ વાંકાનેરના જાલી ગામના વતની 70 વર્ષીય અમરશીભાઈ ભલાભાઇ ખમાણી વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ સામે રોડ ક્રોસ કરી રહ્યા હોય દરમિયાન પૂરપાટ ઝડપે આવતા બાઈક નં. GJ-03-PQ-5020ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી વૃધ્ધને હડફેટે લેતાં અમરશીભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જ્યા બાદ બાઈક ચાલક ઈજાગ્રસ્તને મદદ કરવાને બદલે પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો…


આ અકસ્માતમાં વૃદ્ધ અમરશીભાઈને જમણા હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ સારવાર માટે પીર મશાયખ હોસ્પિટલ ખાતે અને ક્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ઓમેગા પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવારના અંતે ગત 17 ના રોજ તેમનું મોત થયું હતું. અકસ્માતમાં પિતાએ જીવ ગુમાવતા મૃતકના પુત્ર નવઘણભાઇ અમરશીભાઈ ખમાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરાર બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




