વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ ગુલશન ગ્રીન સોસાયટીમાં શુક્રવારે વહેલી સવારે એક વાગ્યાની આસપાસ અજાણ્યા ચાર જેટલા બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીના બનાવને અંજામ આપી નાસી છૂટ્યા હતા , જે બાદ સ્થાનિક નાગરિકો દ્વારા બનાવની પોલીસને જાણ કરાતા હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુરના ગુલશન વિસ્તારમાં આવેલ ગુલશન ગ્રીન સોસાયટી ખાતે આજરોજ શુક્રવારે વહેલી સવારે 01:00 વાગ્યાની આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં બુકાનીધારી ચાર જેટલા તસ્કરો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પર આવેલ કાંટા તારને તોડી સોસાયટીમાં પ્રવેશ કરી જીલુબેન બાદીના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરીનાં બનાવને અંજામ આપ્યો હતો…
જેમાં મકાન માલિક દિકરી બહાર અભ્યાસ કરતી હોય જેની પાસે બહાર ગયા હોય, દરમ્યાન મકાનના લોકને તોડી પ્રવેશ મેળવી મકાનમાંથી બે મોબાઇલ ફોન તથા રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ હતી અને હાલ આ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને કરાતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0