વાંકાનેર સીટી પીઆઇ તરીકે એચ. એ. જાડેજાની નિમણૂક, વાંકાનેર પીઆઇ એચ. વી. ઘેલાને ટ્રાફિક શાખામાં મુકાયાં….
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા શુક્રવાર રાત્રે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા સાત જેટલા પીઆઇની આંતરીક બદલી કરવામાં આવી છે, જેમાં વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલાની બદલી કરી તેમને મોરબી ટ્રાફિક શાખામાં મુકાયાં છે, જ્યારે મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ એચ. એ. જાડેજાની વાંકાનેર સિટી પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે…
આ સાથે જ મોરબી તાલુકા પીઆઇ એન. આર. મકવાણાની એસઓજીમાં, સાયબર ક્રાઇમના આર. એસ. પટેલની મોરબી સિટી એ ડિવિઝન, ટ્રાફિક શાખાના કે. એમ. છાસિયાની ટંકારા, લિવ રિઝર્વમાં રહેલા આર. સી. ગોહિલની માળિયા મિયાણા અને એસ. કે. ચારેલને મોરબી તાલુકા મુકવામાં આવ્યા છે.
વધુમાં કે. કે. દરબારને લિવ રિઝર્વ દરમિયાન સાયબર ક્રાઈમ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે એસ. કે. ચારેલને ટંકારા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0