વાંકાનેર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી અને આગવું નામ ધરાવતી નામાંકિત ‘ધી મોડર્ન સ્કૂલ’ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ એક કદમ આગળ ધપાવતા આગામી નવા શૈક્ષણિક વર્ષથી સંસ્થા દ્વારા ‘ધી મોડર્ન કોમર્સ કોલેજ’નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જેનાથી વાંકાનેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કોમર્સના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ઘરઆંગણે જ ઉત્તમ તક પ્રાપ્ત થશે…

સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને કોલેજ સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે, પરંતુ આ બાબતને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા તમામ ગ્રામ્ય રૂટ પર સ્કૂલ બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાથી વિદ્યાર્થીઓની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે, અને વાલીઓ પણ નિશ્ચિંત રહી શકશે….

GCAS પોર્ટલ મારફતે એડમિશન પ્રક્રિયા શરૂ….
કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરૂં પાડવા માટે સંસ્થા દ્વારા યોગ્ય સહાયતા સાથે ગુજરાત સરકારના નિયમ મુજબ કોલેજમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી છે, જેના માટે વિદ્યાર્થીઓને GCAS પોર્ટલમાં ઓનલાઇન ફોર્મ ભરી ધી મોડર્ન કોમર્સ કોલેજની પસંદગી કરવાની રહેશે….

કોલેજની વિશેષતાઓ…
• વર્તમાન સમયની જરૂરીયાત મુજબ કોલેજ શિક્ષણ સાથે જ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી…
• તમામ ગ્રામ્ય રૂટ પર વાહન વ્યવસ્થા
• ટ્રસ્ટીઓ પોતેજ કોલેજના પ્રાધ્યાપકો…
• સરકારશ્રી દ્વારા થતી વિવિધ ભરતી માટે સંપુર્ણ માર્ગદર્શન
• રમત-ગમ્મતનું વિશાળ મેદાન તેમજ શાંત વાતાવરણ
• દરેક વિષયની નિયમીત પરીક્ષાઓ તેમજ વિદ્યાર્થીના પ્રોગ્રેસની વાલીને જાણ…
• શિક્ષણ સાથે સહ-અભ્યાસિક પ્રવૃતિઓને પ્રોત્સાહન…
• સરકારશ્રીની વિવિધ સ્કોરશીપ યોજના તથા સરકારી નોકરી માટેના ફોર્મ ભરવાની કોલેજમાં વ્યવસ્થા…

F.Y. B.Com માં એડમિશન માટે આજે જ સંપર્ક કરો…


