
વાંકાનેર તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સરતાનપર રોડ પરથી એક અત્યંત હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અહીં આવેલ એક કારખાનામાં રમતા-રમતા એક બે વર્ષનો માસૂમ બાળક લોખંડની પ્લેટો વચ્ચે આવી જતાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે….


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી રેન્સો ઇન્ડસ્ટ્રીઝમાં ગત તારીખ ૨૬ ના રોજ બપોરના સમયે કારખાનામાં મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની અને અહીં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા શ્રમિક રિતેશભાઈનો બે વર્ષનો માસૂમ પુત્ર સીરાજ રમી રહ્યો હોય ત્યારે આ માસૂમ બાળક લોખંડની પ્લેટની લાઈન વચ્ચે આવી જતાં તેનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





