વાંકાનેર તાલુકાના મિતાણા મેઇન રોડ પર પાંચદ્વારકા ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઈકને પાછળથી આવતા બોલેરો ચાલકે બેદરકારી પૂર્વક હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મિતાણા મેઇન રોડ પર પાંચદ્વારકા ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઈક નં. GJ 03 EJ 7847 ને પાછળથી આવતા સફેદ કલરના અજાણ્યા બોલેરો વાહન ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક મહેશભાઈ ગોરધનભાઈ પારઘી (ઉ.વ. ૪૩, રહે. મિતાણા) તથા બાઇક પાછળ બેઠેલા સાહેદને ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે બાઇક ચાલક મહેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0