Thursday, May 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના બોકડથંભા ગામની સીમમાં આવેલ ખાણમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી એકનું...

    વાંકાનેરના બોકડથંભા ગામની સીમમાં આવેલ ખાણમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી એકનું મોત…

    વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામની સીમમાં આવેલી પથ્થરની ખાણમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના બોકડથંભા ગામમાં રહેતા શૈલેષભાઇ જેરામભાઈ સરાવાડિયા ગામની સીમ વિસ્તારમાં આવેલ પાણાની (પથ્થરની) ખાણમાં પાણી ભરાયેલું હોય, જેમાં કોઈ કારણોસર શૈલેષભાઇ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડુબી જવાથી તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!