વાંકાનેર ડિવિઝનમાં ડીવાયએસપી (DySP) તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા શ્રી સમીર સારડાનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પોતાના જીવનના ૫૦ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ પ્રસંગે સ્નેહીજનો, મિત્રો અને પોલીસ બેડામાંથી તેમના પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે….

મૂળ જામનગરના વતની શ્રી સમીર સારડા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમણે B.Sc., B.Ed., અને L.L.B. સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. વિશેષ વાત એ છે કે, તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક સરકારી શાળામાં શિક્ષક તરીકે કરી હતી. શિક્ષણ જગતમાં સેવા આપ્યા બાદ, વર્ષ ૨૦૦૧માં પોતાની આવડતથી તેઓએ PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની પરીક્ષા પાસ કરી અને ખાખી વર્દી ધારણ કરી પોલીસ વિભાગમાં જોડાયા. પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સતત પ્રગતિના પંથે આગળ વધતા તેઓને પ્રમોશન મળ્યા છે. છેલ્લા ૨૬ વર્ષથી પોલીસ વિભાગમાં અવિરત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને હાલ તેઓ વાંકાનેર ખાતે ડીવાયએસપી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા છે…

તેમની પ્રજાલક્ષી કામગીરી અને વિવિધ કઠિન પરિસ્થિતિઓમાં દાખવેલી કુનેહની તાજેતરમાં જ નોંધ લેવામાં આવી હતી. રાજ્યના પોલીસવડા અને ડીજીપી વિકાસ સહાયના હસ્તે ડીવાયએસપી સમીર સારડાને પ્રતિષ્ઠિત ‘ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન અંતર્ગત તેમને ડીજી સિલ્વર ડિસ્ક પદક તથા પ્રશંસાપત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી…

વાંકાનેર ડિવિઝનની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ કરવા અને પ્રજાલક્ષી કામગીરી કરવા બદલ લોકચાહના મેળવનાર ડીવાયએસપી શ્રી સમીર સારડાને તેમના જન્મદિવસે ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અભિનંદન….





