Saturday, April 25, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં શહેરના વોર્ડ નંબર 6 માં બસપાના ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર....

    વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં શહેરના વોર્ડ નંબર 6 માં બસપાના ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર….

    વાંકાનેર શહેરમાં નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વોર્ડ નંબર 6 નો ચુંટણી જંગ રસપ્રદ અને બહુચર્ચિત બન્યો છે, જેમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે નગરપાલિકાના પુર્વ પ્રમુખ ખુદ ચુંટણી જંગમાં સામેલ થતાં તેમણે પોતાના સાથી ઉમેદવાર સાથે સમગ્ર વિસ્તારમાં ડોર-ટુ-ડોર પ્રચાર હાથ ધર્યો હતો…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર નગરપાલિકામાં અગાઉ સૌથી વધુ વખત સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલા અને નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકેલા લોહાણા સમાજના અગ્રણી જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ આ વખતે પોતાના વિસ્તાર એવા વોર્ડ નં. ૬ માંથી બસપાના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને આચારસંહિતાનું પાલન કરીને, જયશ્રીબેન સેજપાલે તેમના સાથી ઉમેદવાર મીનાક્ષીબેન કાંતિલાલ વોરા તથા અન્ય સ્થાનિક ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને પોતાના મતવિસ્તારમાં સઘન લોકસંપર્ક કર્યો હતો.

    ઉમેદવારો દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને મતદાતાઓ સાથે સીધી મુલાકાત કરી પોતાના ભુતકાળમાં આ વિસ્તારમાં કરેલા વિકાસ કામોની યાદી સુપ્રત કરી સમર્થન માંગવામાં આવ્યું હતું. આ ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોને શાંતિપૂર્ણ રીતે આવકારવામાં આવ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!