Thursday, July 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લાલપર ગામેથી ચોરાયેલી સીએનજી રિક્ષા સાથે એક આરોપીની ધરપકડ...

    વાંકાનેરના લાલપર ગામેથી ચોરાયેલી સીએનજી રિક્ષા સાથે એક આરોપીની ધરપકડ…

    વાંકાનેર તાલુકાના લાલપર ગામેથી બે દિવસ અગાઉ ચોરાયેલી સીએનજી રિક્ષાનો ભેદ ઉકેલવામાં વાંકાનેર સીટી પોલીસને સફળતા મળી છે, જેમાં પોલીસે ખાનગી બાતમીના આધારે મોરબીથી વાંકાનેર તરફ આવતા એક શખ્સને ચોરાયેલી રિક્ષા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, બે દિવસ પૂર્વે વાંકાનેરના લાલપર ગામેથી એક સીએનજી રિક્ષાની ચોરી થઈ હોય જે અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ રિક્ષા ચાલક મોરબીથી વાંકાનેર તરફ આવી રહ્યો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી અને ચાલકની સઘન પૂછપરછ કરી હતી.

    પોલીસની કડક પૂછપરછમાં આરોપી સોહીલ સતારભાઇ દલ (હાલ રહે. મકાન નં-૨૧૦, પ્રધાનમંત્રી આવાસ, દલવાડી સર્કલ, મોરબી અને મૂળ રહે. કલ્યાણપર, તા. ટંકારા)એ પોતે જ આ રિક્ષા ચોરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસે રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતની એક બજાજ ઓટો સી.એન.જી રિક્ષા કબજે કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પીઆઇ વી. એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઇ રંગપરા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!