Saturday, April 25, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પત્નીએ સમયસર રસોઈ ન બનાવતા માઠું લાગતા યુવાને ગળાફાંસો ખાઇ...

    વાંકાનેર : પત્નીએ સમયસર રસોઈ ન બનાવતા માઠું લાગતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રીજ પાસે આવેલી લેબર કોલોનીમાં એક આઘાતજનક અને કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પત્નીએ સમયસર જમવાનું ન બનાવતા મનમાં લાગી આવવાથી ૨૨ વર્ષીય પરપ્રાંતીય યુવાને ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના બાગુલા સ્ટેશન પરાના વતની સંજીતભાઇ મરજીતભાઇ પાસલા (ઉંમર વર્ષ ૨૨) રોજીરોટી કમાવવા માટે વાંકાનેર આવ્યા હતા. તેઓ વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસે રવિરાજસિંહ પ્રતાપસિંહ સિંધવની ઓરડીમાં ભાડે રહીને મજૂરીકામ કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ગઇકાલે સંજીતભાઈની પત્નીએ સમયસર રસોઈ બનાવી ન હોય,

    જેથી આ નાની એવી બાબતમાં સંજીતભાઈને મનમાં લાગી આવતા પત્ની સાથેની સામાન્ય બોલાચાલી કે અસંતોષને કારણે આવેશમાં આવી જઈને યુવાને લેબર ક્વાર્ટરના રૂમમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને અકસ્માત મૃત્યુની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!