Tuesday, June 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રંગપર નજીક હાઇવે પર ટ્રક અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયો ગમખ્વાર...

    વાંકાનેરના રંગપર નજીક હાઇવે પર ટ્રક અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : ડ્રાઈવરને ક્રેઇન‌ તથા જેસીબીની મદદથી બહાર કઢાયો….

    વાંકાનેર તાલુકાના રંગપર ગામના બોર્ડ પાસે હાઇવે પર આજરોજ બપોરના સમયે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડમાંથી આવતો એક તોતિંગ ટ્રક બોલેરો પીકઅપ સાથે ધડાકાભેર અથડાતાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બોલેરોનો ચાલક કેબિનની અંદર જ ફસાઈ ગયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વાંકાનેર-બામણબોર(બાઉન્ડ્રી) હાઇવે પરથી પસાર થતા એક બોલેરો પીકઅપ વાહનને રંગપર ગામના બોર્ડ પાસે સામેથી આવતા એક ટ્રક ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહનો વચ્ચેની ટક્કર એટલી જબરદસ્ત હતી કે બોલેરો પીકઅપનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો.

    અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બોલેરોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી જતાં ચાલક સ્ટીયરીંગ અને સીટની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવા માટે તાત્કાલિક ધોરણે ક્રેન અને જેસીબી મશીનની મદદ લઇ પતરા ચિરી મહામહેનતે ડ્રાઇવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે‌. બીજી તરફ, આ ભયાનક અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!