ડ્રોન મિશનને વેગ આપતી ભારત સરકાર : ખેડૂતોને પાંચ એકર સુધીમાં એકદમ ફ્રીમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ….
દેશમાં પરંપરાગત ખેતી દિનપ્રતિદિન આધુનિકતા તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારત સરકાર પણ આધુનિક ખેતીને પ્રાધાન્ય આપી વિવિધ યોજનાઓન થકી આધુનિક ખેતીનો લાભ ખેડૂતોને આપી રહી છે. ભારત સરકારની આધુનિક ખેતી મિશન અંતર્ગત ડ્રોન મિશનને વેગ આપવા ખેડૂતોને ખેતરમાં ડ્રોનથી દવાના છંટકાવ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર વિશેષ યોજના શરૂ કરી છે, જેમાં ખેડૂતોને પાંચ એકર જમીન સુધીમાં ડ્રોનથી નિઃશુલ્ક દવા છંટકાવ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે..…
આ યોજના અંર્તગત વાંકાનેર વિસ્તારના ખેડૂતોને પાંચ એકર સુધીમાં ફ્રીમાં ડ્રોનથી આપના ખેતરમાં દવાના છંટકાવ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે બાદ કંપની દ્વારા આપના ખેતરમાં આવી અત્યાધુનિક ડ્રોની દવાનો છંટકાવ કરી આપશે, જેનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ તા. 15 મે પહેલા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે….
આપના ખેતરમાં ડ્રોનથી નિઃશુલ્ક દવાના છંટકાવ માટે આજે જ સંપર્ક કરો…