Thursday, July 10, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલધોરણ 12 કોમર્સમાં સિંધાવદરની મદની સ્કુલનું ઝળહળતું 100% પરિણામ, 99.20 PR સાથે...

    ધોરણ 12 કોમર્સમાં સિંધાવદરની મદની સ્કુલનું ઝળહળતું 100% પરિણામ, 99.20 PR સાથે શરમીનબાનું પરાસરા પ્રથમ ….

    સંસ્થાનો 23માં વર્ષમાં મંગલ પ્રવેશ : મદની સ્કુલ-સિંધાવદરનું પ્રથમ વર્ષે જ 100% પરિણામ….

    વાંકાનેરના સિંધાવદર પંથકમાં વર્ષ 2003 થી શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ સુવિધા આપતી મદની સ્કુલમાં પ્રથમ વર્ષે જ ધોરણ 12 કોમર્સનું ઝળહળતું 100% પરિણામ જાહેર થયું છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયા છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરાસરા શરમીનબાનું ગુલામહુશેન (અસરફનગર-સિંધાવદર)એ 91.57% અને 99.20 PR સાથે સ્કુલમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે….

    👉🏻 શાળામાં અભ્યાસ કરી વિષય હાઇએસ્ટ ગુણાંક મેળવતા વિદ્યાર્થીઓ….

    આંકડાશાસ્ત્ર – 100
    સંગીત – 100
    નામું – 96
    અર્થશાસ્ત્ર – 96
    વાણિજ્ય વ્યવસ્થા – 94

    ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પુરતું ધ્યાન આપી જીવન લક્ષી શિક્ષણ પુરી પાડતી મદની સ્કૂલની આ જ્વલંત સિદ્ધિ બદલ સિંધાવદર ના જાગૃત વાલીઓ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે…

    આપનાં બાળકના સર્વાંગી વિકાસ તથા ઉચ્ચ શિક્ષણ માટે આજે જ મદની સ્કુલનો સંપર્ક કરો… 

     

     • મદની સ્કૂલ • 

    દરબારગઢ પાછળ, મુ. સિંધાવદર, તા. વાંકાનેર

    ઇરફાન સર
    મો. 99093 54614

    હનીફ સર
    મો. 98792 89144

    જરીનાબેન
    મો. 76238 93117

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!