વાંકાનેરના ચંદ્રપુર ગામનો યુવાન ફર્નિચરના શોરૂમથી કરિયાવરની ખરીદી માટે અન્ય ઈસમને બાકી માલ અપાવી પૈસાની લેતીદેતી માટે વચ્ચે રહ્યો હોય, જેમાં બાકીદાર વેપારીને પૈસા નહીં આપતાં યુવાનને આરોપી પાસે પૈસાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાયેલા આરોપીએ યુવાનને ગાળો આપી ઈંટના ટુકડાથી માથામાં પાછળના ભાગે ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…..
વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે રહેતા ફરિયાદી ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસીયા (ઉ.વ. ૪૫) એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી કાદરભાઈ અલ્લારખાભાઈ સંધી (રહે. લાલપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ પોતાની જવાબદારી આરોપીને ફર્નિચરના શોરૂમમાંથી બાકીમાં કરિયાવરની ખરીદી કરી આપી હોય, જેથી ફરિયાદીએ આરોપીને બાકી પૈસા મામલે ફોન કરતા આ બાબતનું સારું નહીં લાગતા ઉશ્કેરાયેલા આરોપીએ ચંદ્રપુરના બોર્ડ પાસે આવી ફરિયાદીને ગાળો આપી ઈંટનો છુટો ઘા કરી માથામાં ઇજાઓ પહોંચાડતા આ મામલે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1