
વાંકાનેર સીટી પોલીસે વાહન ચોરીમાં સંકળાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ ૩ કિશોરોને હસ્તગત કરી મોરબી અને ગારિયાધાર વિસ્તારમાંથી ચોરાયેલા બે મોટરસાયકલ રિકવર કર્યા છે. જેમાં વાંકાનેર શહેરમાં બનેલ અનડીટેક્ટેડ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા માટે વાંકાનેર સીટી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સઘન પેટ્રોલીંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાઈ આવેલ ૩ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોને હસ્તગત કરવામાં આવ્યા હતા. પોલીસે કિશોરો પાસેથી મળી આવેલ બંને મોટરસાયકલના ચેસીસ નંબર ‘પોકેટ કોપ’ એપ્લિકેશનની મદદથી સર્ચ કરતા વાહનો ચોરીના હોવાનું માલૂમ પડ્યું હતું…


પોલીસ દ્વારા બાળ કિશોરોને વિશ્વાસમાં લઈ, યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે, એક મોટરસાયકલ ગારિયાધાર પાસેના ગામમાંથી ચોરેલું હતું. જ્યારે બીજું મોટરસાયકલ મોરબી શહેરના શનાળા નજીકથી ચોરેલું હતું, જેથી વાંકાનેર સીટી પોલીસે બંને ગુના ડિટેક્ટ કરી, મુદ્દામાલ કબજે લઈ કિશોરો સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️