
વાંકાનેર શહેરના પ્રાણપ્રશ્નો જેવા કે ખરાબ રસ્તા, પીવાનું ચોખ્ખું પાણી, સ્ટ્રીટ લાઈટ અને પ્રદૂષણ જેવા મુદ્દાઓને વાચા આપવા માટે વાંકાનેર યુવા કોંગ્રેસ દ્વારા “બેહતર વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર શહેરના મુખ્ય માર્ગ એવા દાણાપીઠથી વિવેકાનંદ સર્કલ સુધીના રસ્તાની બિસ્માર હાલત અંગે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ પાસેથી સીધા રિવ્યૂ (અભિપ્રાય) મેળવવામાં આવ્યા હતા. લોકોએ રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિ અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

યુવા કોંગ્રેસ દ્વારા આ માર્ગના તાત્કાલિક નિર્માણ માટે આગામી સમયમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં સહી ઝુંબેશ, આવેદનપત્ર, ધરણા-પ્રદર્શન તેમજ જરૂર પડ્યે પ્રજાના હક માટે તંત્ર સામે કાયદાકીય લડત પણ લડવામાં આવશે…

આ લોકઝુંબેશમાં વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબીદભાઈ ગઢવારા, યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. રુકમુદીન માથકીયા તેમજ નગરપાલિકા સદસ્ય અસરફભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકોના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે માટે લડત આપવાની ખાતરી આપી હતી…




