
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી અમોરા સિરામિક ફેક્ટરીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ફેક્ટરીમાં ફિટર તરીકે ફરજ બજાવતા મૂળ ઉત્તર પ્રદેશના ૨૩ વર્ષીય યુવાન શ્રમિકનું કામ દરમિયાન અચાનક વીજશોક લાગવાથી મોત નીપજ્યું છે…


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અમિતસિંહ શિવકુમાર પરિહાર (ઉં.વ. ૨૩) અમોરા સિરામિકમાં ફિટર તરીકે કામ કરતા હોય દરમિયાન ગઈકાલે ફેક્ટરીમાં ગ્રાઇન્ડર મશીન વડે લોખંડ કાપતી વેળાએ વીજશોક લાગતા અમિતસિંહનું મોકો થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





