ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વાંકાનેર શહેરમાં જૈન જાગૃતિ સેન્ટર-વાંકાનેર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ-વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે એક સરાહનીય સામાજિક સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વરસાદથી રક્ષણ મેળવવા માટે નિઃશુલ્ક રેઇનકોટ તેમજ પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું…


વરસાદી મોસમમાં શ્રમિક અને ગરીબ વર્ગને મુશ્કેલી ન પડે તે હેતુથી સંસ્થા દ્વારા ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક રેઇનકોટ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો વચ્ચે ગરમાગરમ દાળવડાના નાસ્તાનું વિતરણ કરીને માનવતાની મહેક પ્રસરાવવામાં આવી હતી.

આ સેવા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સ્થાનકવાસી જૈન સંઘના યુવા પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, ભરતભાઈ સંઘવી, કિરીટભાઈ પટેલ, જીતુભાઈ, તથા તુષારભાઈ સહિતના અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો તેમજ કાર્યક્રમને સફળ બનાવવા પૂનમચંદભાઈ પટેલ, પ્રજ્ઞાબેન પટેલ, ડૉ. ગીતાબેન બેલાણી, સ્વીટીબેન તેજસભાઈ તથા સમગ્ર કારોબારી કમિટીના સભ્યો જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





