ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી કુમુદબેન મેહતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્ર કાર્યરત હોય જેમાં B.A., B.Com., M.A. તથા ડિપ્લોમાં ઇન કોસ્ટ એકાઉન્ટિંગ અને ccc સર્ટિફિકેટ કોર્સમાં અત્યાર સુધીમાં લગભગ 1500થી વધુ વિધાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, ત્યારે ગઇકાલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 10માં પદવીદાન સમારોહમાં વાંકાનેર કેન્દ્રની એક વિદ્યાર્થીનીને ગોલ્ડ તેમજ બે વિદ્યાર્થીનીઓને સિલ્વર મેડલ મેળવ્યો હતો….
આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, પૂર્વ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, કુલપતિ ડો. પ્રો. અમીબેન ઉપાઘ્યાયની ઉપસ્થિતિમાં વાંકાનેર કેન્દ્રની વિધાર્થિની ખોરજીયા ખુશ્બુને B.A.in economics માં ગોલ્ડ મેડલ તેમજ બાદી મોઇનાબાનુને M.A in english માં સિલ્વર મેડલ અને શેરસિયા ગુલઅપ્સાબાનુંને B. A. in sociology માં સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા…
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા 300 થી વધુ અભ્યાસ કેન્દ્ર કાર્યરત હોય ત્યારે વાંકાનેર કેન્દ્રની ત્રણ વિધાર્થિનીઓએ મેડલ મેળવી ભવ્ય સફળતા પ્રાપ્ત કરી તે ગૌરવવંત બાબત છે. આ તકે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ કેશરીદેવસિંહ ઝાલા, ઉપપ્રમુખ કલ્પેન્દુભાઈ મેહતા, સેક્રેટરી અનંતભાઈ મેહતા તથા ટ્રસ્ટીશ્રીઓએ અને કેન્દ્રના સંયોજક શ્રીમતી શીતલબેન શાહએ ત્રણેય વિધાર્થિનીઓ તથા ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1