વાંકાનેર શહેર નજીક લિંબાળાની ધાર પાસે ગત રવિવારે સમુહલગ્ન મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રીજા મુસ્લિમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં 11 દુલ્હા-દુલ્હનના નિકાહ બાદ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમુહલગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરમાં 185 જેટલી ઘરવખરી આપવામાં આવી હતી….
આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક મદાર એજ્યુકેશન ટ્રસ્ટના જહાંગીર બાપુ રાઠોડ, આરીફ દિવાન, યાસીન રાઠોડ, ઈમ્તિયાઝ બાદી, ઈર્શાદ માથકિયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ સમુહલગ્નમાં જોધપર ગામના સૈયદ કરીમબાપુએ કુરાન શરીફની તિલાવત બાદ નવદંપતિના નિકાહ પડાવ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1