
વાંકાનેર શહેર નજીક આવેલ ગઢિયા ડુંગર ધાર વિસ્તારમાં આવેલ હરિહર ગૌશાળા (કૈલાસ આશ્રમ)માં ગતરાત્રીના એક દીપડો ઘૂસી ગયો હતો, જેમાં દીપડાએ ગૌશાળામાં બાંધેલી એક વાછરડી પર હુમલો કરી તેનું મારણ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા ડુંગરાળ વિસ્તારમાં અવારનવાર દિપડા દેખા દેતા હોય, ત્યારે ગતરાત્રીના એક હિંસક દીપડો અહીં આવેલ હરીહર ગૌશાળા પાસે શિકારની શોધમાં પહોંચી ગૌશાળાની દીવાલ કુદી પરિસરમાં ઘૂસી એક વાછરડી પર લપકીને હુમલો કરી તેનું મારણ કરી મિજબાની માણી નાસી ગયો હતો. બાબતે બનાવની જાણ થતા તાત્કાલિક વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી માનવ સુરક્ષા અર્થે દિપડાને કેદ કરવા પાંજરૂં ગોઠવવા તજવીજ શરૂ કરી હોવાની વિગતો મળી રહી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



