Wednesday, July 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરમાં દીન દહાડે લૂંટની ઘટનાથી ચકચાર : ત્રિપલ સવારી બાઇક સવારોએ...

    વાંકાનેર શહેરમાં દીન દહાડે લૂંટની ઘટનાથી ચકચાર : ત્રિપલ સવારી બાઇક સવારોએ રોડ પર વૃદ્ધને ધક્કો મારી રોકડ ભરેલો થેલો ઝૂંટવી ફરાર…

    વાંકાનેર શહેરના વાંઢા લિંબડા ચોક અને લક્ષ્મીપરા ચોક વચ્ચે સાંજના સમયે લૂંટ જેવો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે, જેમાં કારમાંથી ઉતરીને બસ સ્ટેશન તરફ ચાલીને જઈ રહેલા મોરબીના ૭૮ વર્ષીય વૃદ્ધને રસ્તામાં ઘેરી લઈ, ઝપાઝપી કરીને મોઢે રૂમાલ બાંધેલા ત્રણ અજાણ્યા બાઈકસવારોએ રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ, કૃષ્ણા સ્કૂલ સામે, વેલકમ પ્રાઈડ (ડી-૭૦૫) ખાતે રહેતા ૭૮ વર્ષીય હરીલાલ નાનજીભાઈ વિડજા વડોદરાથી કાર મારફતે વાંકાનેર આવી જીનપરા જકાતનાકા પાસે ગાડીમાંથી ઉતરી તેઓ ચાલીને બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વાંઢા લિંબડા ચોક અને લક્ષ્મીપરા ચોકની વચ્ચે સાંજના આશરે સવા ચાર વાગ્યાના સુમારે એક જ બાઈક પર મોઢા પર રૂમાલ બાંધી આવેલા ત્રણ ઈસમોએ હરીલાલભાઈને ધમકાવી તેમને ઘેરી વૃધ્ધ પાસે રહેલ થેલો ઝૂંટવવા માટે ઝપાઝપી કરી હતી. લૂંટારાઓએ વૃદ્ધને જોરથી ધક્કો મારી નીચે પાડી દઈ હાથમાંથી થેલો આંચકીને પુલ દરવાજા તરફ બાઈક ભગાવી મૂક્યું હતું.

    લૂંટી લેવાયેલા થેલામાં હરીલાલભાઈના કપડાં, આશરે ₹૩,૦૦૦/- રોકડા ભરેલું પાકીટ, તેમનું એસ.ટી.નું ઓળખકાર્ડ તેમજ અન્ય જરૂરી કાગળો અને ડોક્યુમેન્ટ્સ હતા. હરીલાલભાઈએ બાઇકનો નંબર જોવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાઇકની પાછળના ભાગે નંબર પ્લેટ લગાવેલી નહોતી. વૃદ્ધે બાઇક પાછળ દોડીને તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણેય ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

    આ ઘટના અંગે પીડિત વૃદ્ધે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વર્ણન અને સીસીટીવી ફુટેજના આધારે ફરાર ત્રણેય ઈસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દિન દહાડે લુંટની ઘટનાથી શહેરમાં ચકચાર ફેલાયો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!