Wednesday, July 22, 2026
More
    Homeમુખ્ય સમાચારદુઃખદ અવસાન : વાંકાનેરના સહકારી આગેવાન અને આશાન ગ્રુપના માલિક અમનજીભાઈ સરપંચ(ગારીડા)નું...

    દુઃખદ અવસાન : વાંકાનેરના સહકારી આગેવાન અને આશાન ગ્રુપના માલિક અમનજીભાઈ સરપંચ(ગારીડા)નું અવસાન…

    વાંકાનેર પંથકના રાજકીય આગેવાન ડો. રૂકમુદિન માથકિયાના પિતા, આશાન ગ્રુપના માલિક તેમજ અગ્રણી સહકારી આગેવાન અમનજીભાઈ માથકીયા (સરપંચ)નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમના અવસાનના સમાચારથી વાંકાનેર પંથક, સહકારી ક્ષેત્ર અને સામાજિક વર્તુળોમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે.

    મર્હૂમ અમનજીભાઈની દફનવિધિ બુધવારે સવારે ફઝરની નમાઝ બાદ ગારીડા ગામ ખાતે રાખવામાં આવેલ છે. મર્હુમ અમનજીભાઈ પોતાના સામાજિક, સહકારી અને લોકકલ્યાણના કાર્યો માટે પંથકમાં ભારે આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમના દુઃખદ અવસાન પર વિવિધ રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી માથકિયા પરિવારને સાંત્વના પાઠવી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!