Thursday, July 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાંથી ખોવાયેલ રૂ. 5.17 લાખની કિંમતના 21 જેટલા મોબાઇલ ફોન શોધી...

    વાંકાનેર વિસ્તારમાંથી ખોવાયેલ રૂ. 5.17 લાખની કિંમતના 21 જેટલા મોબાઇલ ફોન શોધી કાઢી અજરદારોને પરત કરાયા….

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર વિસ્તારમાંથી અરજદારોના ખોવાયેલ 5.17 લાખની કિંમતના 21 મોબાઇલ ફોન શોધી કાઢી વાંકાનેર ડીવીઝનના ડીવાયએસપીના હસ્તે અરજદારોને રૂબરૂ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પરત કરાયા હતાં…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના હેડ કો. હંસાબેન પાપોદરા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરીંગ રાખી વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી અલગ અલગ અરજદારોના ખોવાયેલ રૂ. 5.17 લાખની કિંમતના 21 મોબાઇલ ફોન શોધી કાઢી વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે અરજદારોને રૂબરૂ બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી સમીર સારડા તથા તાલુકા પીઆઇ બી. વી. પટેલના હસ્તે અરજદારોને તેમના મોબાઇલ પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કર્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!