Tuesday, June 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રોહીબિશન ગુનામાં નાસતો ફરતો આરોપી વીંછીયાના ગુંદાળાથી ઝડપાયો....

    વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રોહીબિશન ગુનામાં નાસતો ફરતો આરોપી વીંછીયાના ગુંદાળાથી ઝડપાયો….

    વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના (દારૂબંધી) ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાજકોટ જિલ્લાના તેના મૂળ ગામ ગુંદાળાથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ પ્રોહીબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં આરોપી પ્રવિણભાઇ શીવાભાઇ જોગરાજીયા (રહે- ગુંદાળા, તા. વીંછીયા, જિ. રાજકોટ) સંડોવાયેલો હોય, જે લાંબા સમયથી ફરાર હોય ત્યારે મોરબી એલસીબી ટીમ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સક્રિય હતી, દરમિયાન સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ આરોપીને રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના ગુંદાળા ગામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!