Monday, June 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર 3 શખ્સોની ધરપકડ કરતી પોલીસ....

    વાંકાનેર : વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર 3 શખ્સોની ધરપકડ કરતી પોલીસ….

    વાંકાનેર પંથકમાં મજૂરોના ચૂકવણા અને ભાઈની સારવાર માટે ઊંચા વ્યાજે નાણાં લેનાર એક લેબર કોન્ટ્રાક્ટર પાસેથી પઠાણી ઉઘરાણી કરી, રોકડ, મોટરસાયકલ અને સોનાના દાગીના પડાવી લેનાર ત્રણ ઇસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના રાતાવીરડા ગામે રહી લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા ફરિયાદી પ્રવિણભાઇ હરખાભાઈ ઉકેડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). અજયભાઇ રમેશભાઇ અબાસણીયા (રહે. રાતાવીરડા), ૨). બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા (રહે. લાકડધાર) અને ૩). હિતેશભાઇ મગનભાઇ પટેલ (રહે. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને મજૂરોની મજૂરી ચૂકવવા તથા પોતાના ભાઇની સારવાર માટે નાણાંની સખત જરૂર ઊભી થતાં તેમણે ત્રણ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ આ વ્યાજખોરોએ મૂળ રકમ કરતા અનેકગણા રૂપિયા પડાવી લીધા બાદ પણ મકાન અને દાગીના વેચી દેવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.

    આ મામલે કંટાળીને ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરી સઘન તપાસ કરી આરોપી ૧). અજયભાઇ રમેશભાઈ અબાણીયા (ઉ.વ.૨૩, રહે. રાતાવીરડા, તા.વાંકાનેર), ૨). બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા (ઉ.વ.૩૮, રહે. લાકડધાર, તા.વાંકાનેર) અને ૩. હિતેશભાઇ મગનભાઈ કકાસણીયા (ઉ.વ.૩૯, રહે. ૨૦૨-પુષ્કર એપાર્ટમેન્ટ, વર્ધમાન ચોકડી, રવાપર રોડ, તા. જિ. મોરબી)ની ધરપકડ કરી,

    પોલીસે આરોપીઓ પાસેથી ફરિયાદીનું બાઈક તેમજ અન્ય એક કાર જપ્ત કરી છે, જેમાં મોટર સાયકલ રજિસ્ટ્રેશન નં GJ-36-BC-0783, તથા સ્વિફ્ટ કાર નં. GJ-36-AJ-6096 કબજે કરી ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી ફરિયાદીના ગીરવે મુકાયેલા સોનાના દાગીના અને અન્ય પડાવી લીધેલો મુદ્દામાલ સત્વરે પરત મેળવી શકાય….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!