
હાલમાં પડી રહેલી આકરા ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ માથું ઊંચકી રહી છે, જેમાં વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં પીવાના પાણીની તંગી સર્જાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય, ત્યારે આ જળસંકટને કાયમી ધોરણે દૂર કરવા માટે કોઠારીયા ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે…


બાબતે કોઠારીયા ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ લેખિત રજૂઆત કરી ગામની સીમમાં આવેલ ‘મલ્હરી તળાવ’નો પીવાના પાણીના સ્ત્રોત તરીકે વિકાસ કરી પાણીના સંગ્રહ માટે જીલ્લો કુવો બનાવવા તથા મલ્હરી તળાવથી કોઠારીયા ગામ સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખીને વિતરણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી ગ્રામજનોને સીધું પીવાનું પાણી મળી રહે અને ઉનાળાની ગરમીમાં પાણી માટે ભટકવું ન પડે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



