વાંકાનેર શહેર ખાતે આજરોજ હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા અલ્હાજ પીર સૈયદ શાઈર એહમદ પીરઝાદાના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ ખાનકાહે હુસેની, પીર સૈયદ મારુમિયા બાવા (રહે.) દરગાહ ખાતે આઠમાં સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દસ જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા….
આ સમુહ લગ્નમાં કુલ 11 યુગલો પૈકી આજરોજ દસ નવયુગલોને મુસ્લિમ રીતી રીવાજ મુજબ નિકાહ પઢાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક યુગલને પાછળથી નિકાહ પઠાવવામાં આવશે. આ સમુહલગ્નમાં જોડાયેલ તમામ અગીયાર દિકરીઓને દાતાઓના સહયોગથી કરિયાવરની ભેટ આપવામાં આવી હતી. તેમજ ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું….
આ તકે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ શાઈરએહમદ પીરઝાદા, પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, વાંકાનેર એપીએમસી પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા, કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, મહંમદભાઇ રાઠોડ, વાંકાનેરની તમામ મસ્જિદોના પેશ ઇમામ સહિત સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA