Friday, June 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ની ઉજવણી કરાઇ....

    વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ની ઉજવણી કરાઇ….

    રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬’ અંતર્ગત વાંકાનેર તાલુકાના ચંદ્રપુર મુકામે આવેલી મોહંમદી લોકશાળા ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એચ. એમ. ભોજાણી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રવેશોત્સવ દરમિયાન મંચ પર એચ. એમ. ભોજાણી (અધિક્ષક ઈજનેર, PGVCL – મોરબી), એમ. કચોટ (આર.એફ.ઓ. – વાંકાનેર), ઈરફાનભાઈ શેરસીયા (બી.આર.એસ.), જાવીદભાઈ બાદી (પૂર્વ બી.આર.સી.), સૈયદ શકીલએહમદ કે. પીરજાદા (પ્રમુખ, ધી પીર કાસિમઅલી રહે. અંજુમને મોમીન ટ્રસ્ટ), રફીકભાઇ માથકીયા (સી.આર.સી. તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી) ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમ દરમિયાન શાળાના ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર નૂતન વિદ્યાર્થીઓને ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદહસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ, કન્યા કેળવણી તેમજ વિવિધ સામાજિક વિષયો પર લોકજાગૃતિનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો…

    આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફગણ, ટ્રસ્ટી મંડળ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીગણે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ચંદ્રપુર પંથકમાં આ શૈક્ષણિક ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!