Saturday, June 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જેપુર ગામના ચોરા પાસેથી જુગાર રમતા બે પત્તા પ્રેમી ઝડપાયાં....

    વાંકાનેરના જેપુર ગામના ચોરા પાસેથી જુગાર રમતા બે પત્તા પ્રેમી ઝડપાયાં….

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જેપુર ગામના ચોરા પાસેથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૫,૨૦૦ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે પોલીસે જેપુર ગામના ચોરા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મનસુખભાઈ ચોથાભાઈ રાઠોડ (ઉ.વ. ૨૭, રહે. મેસરિયા) અને વિશાલ દિનેશભાઇ નંદાણીયા (ઉ.વ. ૨૮, રહે. રાજકોટ)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!