Wednesday, June 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મહિકા ગામ પાસે હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે ગ્રામજનોનો આક્રોશ : છાસવારે...

    વાંકાનેરના મહિકા ગામ પાસે હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે ગ્રામજનોનો આક્રોશ : છાસવારે સર્જાતા અકસ્માતોથી કંટાળી લોકોએ કર્યો હાઇવે પર ચક્કાજામ…

    સ્કુલબસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા ગ્રામજનો વિફર્યા, છાસવારે મેઇન્ટેનન્સ કામના બહાને હાઇવે બંધ કરાતા રોજબરોજ સરજાય છે ગંભીર અકસ્માતો…

    વાંકાનેર તાલુકાના મહિકા ગામના નાગરિકો હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે રોષે ભરાયા છે, જેમાં વારંવાર સર્જાતા અકસ્માતોથી કંટાળીને આજરોજ ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને હાઇવે પર ચક્કાજામ કરી દીધો છે, જેના પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, હાઇવે ઓથોરિટી દ્વારા લાંબા સમયથી છાસવારે મેઇન્ટેનન્સ કામના બહાને મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલથી બાઉન્ડ્રી તરફનો માર્ગ વારંવાર બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે યોગ્ય ડાયવર્ઝન અને સુરક્ષાના અભાવે આ વિસ્તાર હવે એક ગોઝારા અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયો છે. અગાઉ પણ અહીં અનેક લોકો ગંભીર અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે, તેમજ ગ્રામજનોની વારંવારની રજૂઆતો છતાં હાઇવે ઓથોરિટી દ્વારા હજુ સુધી આ મામલે કોઈ નક્કર પગલાં લેવાયા નથી…

    ત્યારે આજરોજ બપોરના સમયે આ જોખમી માર્ગ પર એક સ્કૂલ બસ અને આઇસર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બાળકોના જીવ જોખમમાં મુકાતા ગ્રામજનોની ધીરજ ખૂટી ગઈ હતી. લોકોના ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઇવે પર બંને બાજુનો ટ્રાફિક રોકી દઈને ચક્કાજામ સર્જી દીધો છે…

    હાઇવે બ્લોક થતાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ જતાં મામલાની ગંભીરતા જોતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જેમના પાપે આ સ્થિતિ સર્જાઈ છે તેવા હાઇવે ઓથોરિટીના અધિકારીઓ હજુ પણ ગાઢ નિંદ્રામાં હોય તેવો ઘાટ સર્જાયો છે….

    ગ્રામજનોની માંગ છે કે હાઇવેનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે અને છાસવારે મેઇન્ટેનન્સના નામે કરાતા હાઇવે બંધની કામગીરી અટકાવી તાત્કાલિક ટ્રાફિકનું યોગ્ય નિયમન કરી આ વિસ્તારમાં અકસ્માતો અટકાવવામાં આવે, અન્યથા આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!