
સિરામિક હબ તરીકે ઓળખાતા વાંકાનેર પંથકમાં સિરામિક ઉદ્યોગમાં લેબર કોન્ટ્રાક્ટ મેળવવાની હરીફાઈ હવે હિંસક સ્વરૂપ લઈ રહી છે. વાંકાનેરમાં સિરામિક ફેક્ટરીમાં લોડિંગનો કોન્ટ્રાક્ટ મળવા બાબતની અદાવત રાખીને એક કોન્ટ્રાક્ટરના ઈશારે તેના સાગરીતોએ અન્ય એક યુવાન કોન્ટ્રાક્ટર પર ધોળા દિવસે ચાકુ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જર (ઉં.વ. ૩૨, રહે. માટેલ-ઢુવા રોડ, વિકાસ હોટેલની બાજુમાં, વિનુભાઈ વાઢેરના મકાનમાં, મુળ રહે. રાજસ્થાન)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ૧). હરીસિંહ ટીકમસિંહ ગુર્જર (રહે. સરતાનપર), ૨). જોગેન્દ્ર રામધન ગુર્જર (રહે. સરતાનપર) અને ૩). લોકેન્દર શિવરામ (રહે. લકડધાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી છેલ્લા ચારેક વર્ષથી વાંકાનેર વિસ્તારમાં રહીને સિરામિક ફેક્ટરીઓમાં લોડિંગનો લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા હોય,

ત્યારે ફરિયાદી ગજરાજભાઈના ભાગીદાર વિજયભાઇ સાથે ‘એમ્બિટો સીરામીક’માં લોડિંગનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે આરોપી હરીસિંહ સાથે અગાઉ બોલાચાલી થઈ હોય, જેનો ખાર રાખી હરિસિંહના ઈશારે આરોપી જોગેન્દ્ર અને લોકેન્દરે ધોળા દિવસે ગજરાજભાઈને આંતરી સીરામીકના કારખાનામાં લોડિંગના કોન્ટ્રાક્ટ બાબતે ધમકાવી યુવાન પર ચાકુ અને લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. જેથી હાલ આ બનાવમાં ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ત્રણ ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


