Wednesday, June 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ગોકુલ નમકીન કારખાના પાસે ૨૦ વર્ષીય શ્રમિકે ઝેરી દવા પી...

    વાંકાનેર : ગોકુલ નમકીન કારખાના પાસે ૨૦ વર્ષીય શ્રમિકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ગોકુલ નમકીનના કારખાનામાં કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ગોકુલ નમકીન કારખાનાના ક્વાર્ટરમાં રહેતા મુળ ઉતરપ્રદેશના વતની વિકાસકુમાર સુરેશકુમાર (ઉ.વ. ૨૦) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાના બહાર ઝેરી દવા ગટગટાવી લેતા તેની તબિયત લથડી હતી, જેને પગલે તેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!