કંપનીની જાણ બહાર કંપનીના મેકમાય ટ્રીપ એકાઉન્ટમાંથી ગેરકાયદેસર લાખોની ટિકિટ બુકિંગ કરી નાખી !
વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ વરમોરા ગ્રેનિટો સિરામિક ફેકટરીના કર્મચારી દ્વારા કંપનીની જાણ બહાર ગેરકાયદેસર કંપનીના મેક માય ટ્રીપ એકાઉન્ટમાંથી રૂ. 10.43 લાખની છતરપિંડી કરી કંપનીને નુકશાન પહોંચાડતા આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ વરમોરા ગ્રેનિટો કંપનીના કર્મચારી મુકુંદભાઈ તુલશીભાઈ સંચાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં કંપની માટે હોટલ અને ટ્રાવેલ્સ બુકીંગનું કામ કરતા એડમીન એકઝ્યુકીટિવ આરોપી અવિનાશ અશોકભાઈ વાઘેલા (ઉ.વ. ૨૯, રહે. ડુંગરપુર, સરદારનગર, નવા પાતાપુર, તા. જી.જૂનાગઢ) સામે ફરિયાદ નોંધાવી છે કે, કંપની દ્વારા હોટલ અને ટ્રાવેલ્સ બુકીંગ માટે આરોપી અવિનાશને જવાબદારી સોંપી મેક માય ટ્રીપ નામની વેબસાઈટ સાઈટના યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા હોય, જેનો આરોપીએ દુરુપયોગ કરી કંપનીની જાણ બહાર 37 હોટલોમાં બુકીંગ તથા ટ્રાવેલ્સ ટીકીટ બુક કરી કુલ રૂ .10,43,600ની રકમની ચુકવણી કંપનીના વોલેટમાંથી કરી છેતરપિંડી કરી હતી, જેથી પોલીસે આ બનાવમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp