વાંકાનેર પોલીસ લાઈન ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઈનના બાળકો માટે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં ધોરણ 1 થી 7 સુધીના આશરે 36 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધોરણ 1 થી 3 તથા ધોરણ 4 અને 5 તેમજ ધોરણ 6 અઞે ધોરણ 7 ના બાળકોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમે વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર પોલીસ લાઈનના તમામ બાળકોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ આપી નાસ્તો કરાવવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp