Thursday, July 10, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા ભાજપ સંગઠનની પુનઃ રચના સાથે વિવિધ હોદ્દેદારોની વરણી કરાઇ....

    વાંકાનેર તાલુકા ભાજપ સંગઠનની પુનઃ રચના સાથે વિવિધ હોદ્દેદારોની વરણી કરાઇ….

    વાંકાનેર ભાજપમાં લાંબા સમયથી ચાલ્યા આવતા જૂથવાદ બાદ પ્રદેશ ભાજપ દ્વારા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી હોય, જેમાં સાંસદ જુથની હાથ ઉપર રહ્યા બાદ હવે તાલુકા સંગઠનની પુનઃ રચના કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદારો વરણી કરવામાં આવી છે….

    આ વરણીમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ૧). ચતુરભાઈ મકવાણા (ગાંગીયાવદર)ની નિમણૂક સાથે ઉપપ્રમુખ તરીકે ૨). ભગવાનજીભાઈ લગરાભાઈ મેર (રાતડીયા), ૩). રેખાબેન અવચરભાઈ વિજવાડિયા (રાજગઢ), ૪). ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ ઝાલા (ઢુવા), ૫). હંસાબેન અવચરભાઈ સરાડીયા (બોકડથંભા), ૬). ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડ (રૂપાવટી), ૭). દુષ્યંતસિંહ મહાવીરસિંહ ઝાલા (સિંધાવદર),

    જ્યારે મહામંત્રી તરીકે ૮). સામજીભાઈ ડોસાભાઈ કેરવાડીયા (ઓળ) અને ૯). ભરતભાઈ સતાભાઈ મુંધવા (હસનપર)

    તેમજ મંત્રી તરીકે ૧૦). હકુબેન રમેશભાઈ રોજાસરા (લુણસર), ૧૧) જયેશભાઈ બીજલભાઇ ડોંસા (વિનયગઢ), ૧૨). અમૃતબેન જીવરાજભાઈ ગુગડીયા (રાતીદેવરી), ૧૩). નરેન્દ્રભાઈ પોપટભાઈ સોલંકી (દલડી), ૧૪). પ્રવીણભાઈ નરોત્તમભાઈ પંડ્યા (ભાટીયા), ૧૫). ચાવડા હંસાબેન વિનુભાઈ (મેસરીયા) અને કોષાધ્યક્ષ તરીકે ઉપેન્દ્રભાઈ મોહનભાઈ અંદોદરીયા (તિથવા) ની નિમણૂક કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!