વાંકાનેર તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ ખેતરમાં ખેડૂતએ માલધારીને ઢોર ચરાવવાની ના પાડેલ હોય, જેનો ખાર રાખી યુવક પોતાનું ટ્રેક્ટર લઇને વાડીએ જતા હોય ત્યારે આરોપીઓએ રસ્તામાં ઘેટાં-ભેંસો રાખેલ હોય, જેને યુવકે સાઈડમાં કરવાનું કહેતા ઉશ્કેરાયેલા ત્રણ ઇસમોએ યુવકને ગાળો આપી ધારયા, લાકડી તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ફરિયાદી અકબરભાઈ વલીમામદભાઈ શેરસીયા (ઉ.વ.૩૯)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આજ ગામના આરોપી ૧). વિપુલભાઇ છેલાભાઇ ટોળીયા, ૨). વિજયભાઇ ઉર્ફે ગાંડિયો છેલાભાઇ ટોળીયા અને ૩). સુરેશભાઇ પબાભાઇ ટોળીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ અગાઉ આરોપીઓને તેમની વાડીમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય,
જેનો ખાર રાખી ફરીયાદી ટ્રેક્ટર લઇ પોતાની વાડીએ જતા હોય ત્યારે રસ્તામાં આરોપીઓ આગળ ઘેટાં તથા ભેંસો લઈને જતા હોય, જેને માર્ગ આપવાનું કહી ટ્રેક્ટરનો હોર્ન મારવા છતા આરોપીઓએ ભેંસો ઘેટા સાઈડમાં નહીં કરી ઉશ્કેરાઇ જઇ ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી, ધારીયા, લોખંડના પાઇપ તથા લાકડી વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….