વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે આધારે વાંકાનેરની લુણસરીયા ફાટક નજીકથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને 24 નંગ વિદેશી દારૂની બોટલ તથા કાર સહિત 1.82 લાખના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડી, આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક સહિત પાંચ ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર લુણસરિયા ફાટક નજીક વોચ ગોઠવી રેનોલ્ટ કંપનીની ક્વીડ કાર નં. GJ 03 JR 6534 ને રોકી તલાસી લેતા કારમાંથી 24 નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 32,400) સાથે કારમાં બેઠેલ આરોપી ૧). તરુણ ગજેન્દ્રભાઈ કુબાવત (ઉ.વ. ૩૨), ૨). સચિન ઉર્ફે સચો (ઉ.વ. ૩૭), ૩). મનદિપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા (ઉ.વ. ૨૪),
અને ૪). ચેતનસિંહ નથુભા જાડેજા (ઉ.વ. ૨૫, રહે. ચારેય ભાટીયા સોસાયટી, વાંકાનેર)ને કાર તથા વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1,82,400 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આ બનાવમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તરીકે આરોપી ૫). હર્દીપભાઈ કાઠી (રહે. થાનગઢ) નું નામ ખુલતા પોલીસે પાંચેય ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1