છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ચર્ચાના ચકડોળે ચડેલાં વિવિધ સ્પા સામે પોલીસે મોરચો માંડયો હોય, જેમાં વાંકાનેર શહેર નજીક રાણેકપર ગામના પાટિયા પાસે આવેલ સ્પર્શ સ્પામાં મોરબી એસઓજી ટીમે તપાસ કરતા સ્પામાં કામ કરતી મહિલાઓની પોલીસમાં નોંધ ન કરાવી સીસીટીવી પણ ચાલુ ન હોવાથી નિયમ ભંગ બદલ પોલીસે સ્પા સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર-મોરબી હાઇવે ઉપર રાણેકપર ગામના પાટિયા પાસે હીમાલયા પ્લાઝામાં આવેલ સ્પર્શ સ્પામાં ચેકીંગ કરતા સ્પા સંચાલક આરોપી રવીન્દ્રભાઇ ઉર્ફે લાલો નવીનચંન્દ્રભાઇ સોલંકી, (રહે.દરબારગઢ રોડ, સોનીશેરી, વાંકાનેર)એ સ્પામાં કામ કરતી મહિલાઓની પોલીસમાં નોંધ ન કરાવી તથા સીસીટીવી પણ ચાલુ રાખ્યા ન હોય એસઓજી ટીમે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD