વાંકાનેર તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ હબ સમાન ઢુવા વિસ્તારમાં આવેલા એસ.બી.આઇ. બેંકની શાખામાં પાછળના ભાગે ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે, જેમાં બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ગત મોડી રાત્રીના અજાણ્યા તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં બેંકના પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તોડી તસ્કરોએ બેંકમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરાયાંની જાણ થતાં જ શાખાના મેનેજર દ્વારા બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી મળી રહી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD