
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા રૂપિયા બે કરોડના વિદેશી દારૂના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા અનેક ગુનાઓના રીઢા આરોપીને ઝડપી પાડવામાં રાજકોટ રેન્જ પોલીસની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં પકડાયેલો આરોપી અગાઉ ખૂન અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેન્જ ટીમની વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી રીઢા ગુનેગાર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા (રહે. સતીષા પીરની દરગાહ પાસે, જામનગર)ને ચોટીલામાં લાલા રઘુવંશી હોટલની બાજુમાં આવેલી નગીન હોટલ પાસે જાહેર રોડ પરથી ઝડપી લીધો હતો…


પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, આરોપી હિતેશ ઉર્ફે વાંગો સામાન્ય ગુનેગાર નથી પરંતુ તેના પર અગાઉ ખૂન, ખૂનની કોશિશ, મારામારી અને પ્રોહિબિશન જેવા કુલ 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે અગાઉ પણ પોલીસ પકડમાં આવી ચૂક્યો છે. હાલમાં, વાંકાનેરના દારૂના ગુનામાં ફરાર આ આરોપીની અટકાયત કરી, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તેને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



