Sunday, June 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કણકોટ ગામની સીમમાં ચાલતી ખનિજ ચોરી પર દરોડો : જેસીબી તથા...

    વાંકાનેરના કણકોટ ગામની સીમમાં ચાલતી ખનિજ ચોરી પર દરોડો : જેસીબી તથા ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત….

    મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર ખનિજ ચોરીનો પર્દાફાશ કરી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનિજ ખોદકામ અને વહન કરતા બે શખ્સોને જે.સી.બી. અને ડમ્પર સહિત રૂ. 55 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ તેમજ મોરબી જિલ્લાના ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરની સંયુક્ત ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં, બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા રસ્તે વોકળા પાસે દરોડો પાડી સરકારી જમીનમાં ચાલતી ખનીજચોરી ઝડપી પાડી,

    સ્થળ પરથી આરોપી પૃથ્વિરાજસિંહ ભગવતસિંહ ઝાલા (રહે. કણકોટ, તા. વાંકાનેર) અને મહેન્દ્રભાઇ કાળુભાઇ મકવાણા (રહે. કણકોટ, તા. વાંકાનેર)ને રંગેહાથ ખનીજચોરી કરતા એક જે.સી.બી. મશીન નં. GJ-36-S-2246 તથા એક ડમ્પર નં. GJ-02-XX-6442 સાથે ઝડપી પાડી કુલ રૂ. 55,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!