વાંકાનેર-રાજકોટ રોડ પર અમરસર ફાટક નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા એક બાઈક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક થાંભલા સાથે ભટકાઈને ઉછળ્યું હતું અને સામેથી આવતા એક્સેસ સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓ પહોંચવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક્સેસ પર સવાર દંપતીને ઈજાઓ પહોંચી છે...


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના વિશીપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી હસમુખભાઇ ટુડીયા (ઉ.વ. ૫૪) અને તેમના પત્ની કિરણબેન પોતાનું એક્સેસ લઈને રાજકોટથી વાંકાનેર પરત ફરી રહ્યા હોય ત્યારે રાજકોટ રોડ પર અમરસર ફાટક પહેલાં આવેલી દૂધની ડેરી પાસે પહોંચતા સામેથી એક મોટર સાયકલ નં. GJ-36-BC-0006નો ચાલક પોતાનું વાહન રોંગ સાઈડમાં લઈને આવી રહ્યો હતો…
રોંગ સાઈડમાં આવતા આ બાઈક ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડની સાઈડમાં નીચે ઉતરી થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હવામાં ઉછળીને સામેથી આવતા હસમુખભાઈના એક્સેસ સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં હસમુખભાઈ અને તેમના પત્ની કિરણબેનને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે રોંગ સાઈડમાં આવીને અકસ્માત સર્જનાર બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેથી આ બનાવ મામલે ઈજાગ્રસ્ત દંપતિએ વાંકાનેર સીટી પોલીસમાં મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




