વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જૂના વઘાસિયા ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે. તસ્કરો મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી કબાટમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1,71,000 નો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા છે…
બનાવ અંગે મળતી વિગતો મુજબ, જૂના વઘાસિયા ગામે રહેતા ફાતમબેન ઉસ્માનભાઈ માણસીયા (ઉ.વ.50) એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યા તસ્કરે તેમના મકાનની ઓસરીના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં મૂકેલા કબાટમાંથી દાગીના અને રોકડની ચોરી કરી પલાયન થઈ ગયો હતો…

આ ઘટનામાં મકાનમાંથી ₹1,35,000ની રોકડ રકમ, સોનાની ચેન (કિંમત રૂ. 24,360), સોનાનો કાપ (કિંમત રૂ. 2,100), સોનાની વીંટી (કિંમત રૂ. 2,100), સોનાના દાણા અને કડી (કિંમત રૂ. 2,940), ચાંદીના સાંકળા (કિંમત રૂ. 4,500) સહિત કુલ રૂ. 1,71,000ની ચોરી કરવામાં આવી છે. આ ચોરીના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મહિલાની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





