Thursday, August 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે રોંગ સાઈડમાં વાહન ચલાવવા બાબતે પોલીસ સાથે બોલાચાલી...

    વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે રોંગ સાઈડમાં વાહન ચલાવવા બાબતે પોલીસ સાથે બોલાચાલી કરી ધમકી આપતા બે સામે ફરજમાં રૂકાવટ સબબ ગુનો નોંધાયો…

     

    વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક નેશનલ હાઈવે પર ફરજ પરના પોલીસ કર્મચારીઓએ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાનું કહેતા બે શખસોએ ઉશ્કેરાઈ જઈ પોલીસ સાથે ગાળાગાળી કરી, ફરજમાં રુકાવટ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલાભાઈ રબારી તથા અન્ય પોલીસ કર્મચારીઓ જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક નિયંત્રણની ફરજમાં હોય દરમિયાન એક એક્ટીવા રજી. નંબર GJ-23-EL-7 રોંગ સાઈડમાંથી આવી રહ્યું હોય જેથી ફરજ પરના પોલીસે તેને અટકાવીને રોંગ સાઈડમાં વાહન ન લઈ જવા માટે જણાવાયું હતું…

    પોલીસે વાહન અટકાવતા જ એક્ટીવા ચાલક તથા પાછળ બેઠેલ સતુભા ઝાલા ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડો કરી ઉગ્ર બોલાચાલી કરી ફરજમાં રુકાવટ ઊભી કરી, ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ૨૦૨૩ ની કલમ ૨૨૧, ૩૫૨, ૩૫૧(૨-૩) અને ૫૪ હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!