મોરબી ખાતે આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પધારવાના હોય, જેના માટે મોરબી, વાંકાનેર સહિત સમગ્ર જીલ્લામાંથી કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આમ નાગરિકોના વિવિધ પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીને રજૂઆત તેમજ વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવેલ હોય, ત્યારે પોલીસ દ્વારા કાર્યક્રમમાં કોઇ વિરોધ થાય તે પુર્વે કોંગ્રેસ અગ્રણીઓને નજરકેદ કરવામાં આવ્યા છે….
વાંકાનેર ખાતેથી મોરબી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોંગ્રેસી અગ્રણીઓ પહોંચે તે પુર્વે વાંકાનેર ખાતે જ પોલીસ દ્વારા વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદ અંબાલીયા, APMC ચેરમેન ગુલામભાઈ પરાસરા, યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા, યુવા કોંગ્રેસ મહામંત્રી ડો. રૂકમુદીન માથકીયા, કિસાન કોંગ્રેસ પ્રમુખ ફારૂક કડીવાર, યાસીનભાઈ સરપંચ સહિતને નજરકેદ કરવામાં આવ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm