નવ દિવસીય શ્રીમદ્ દેવી ભાગવત કથામાં શાસ્ત્રી શ્રી અવધેશ મહારાજ ત્રિવેદી કથાનું રસપાન કરાવશે….
વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 30 માર્ચ, રવિવારથી 07 એપ્રિલ, સોમવાર દરમ્યાન નવ દિવસ શ્રી આદ્યાશક્તિ માતાજીના મંદિર-ખેરવા ખાતે શ્રીમદ્ દેવી ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ સુંદર આયોજનમાં પધારવા તમામ સ્નેહીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે….
આ શ્રીમદ્ દેવી ભાગવત કથાના નવ દિવસ દરમ્યાન પોથીયાત્રા, દેવી ભાગવત મહાત્મય, શ્રી શુકદેવજી પ્રાગટ્ય, કોરવ-પાંડવો જન્મ વૃતાંત, નવરાત્રી મહિમા, શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ, શ્રી જગદંબીકા પ્રાગટ્ય, મહિષાસુર વધ, દક્ષયજ્ઞ ધંવશ, શિવશક્તિ વિવાહ, નવદુર્ગા પ્રાગટ્ય, ગાયત્રી મહાશક્તિ, કથા પુર્ણાહુતી તથા નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm