વાંકાનેર તાલુકાના માટેલ ગામના વતની અને હાલ ઢુવા ગામે મંદિર ખાતે રહેતા એક યુવાને આર્થિક સંકડામણ અને ઘર કંકાસથી કંટાળી ગઈકાલે ઢુવા નજીકથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વતની અને હાલમાં ઢુવા ગામે ખોડિયાર માતાજીના મંદિરે રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા (ઉ.વ. 38)નામના યુવાને ગઇકાલે આર્થિક સંકળામણ અને ઘર કંકાસથી કંટાળી જઈ ઢુવા ખાતે અમૃત સીરામીક નામના કારખાના પાછળથી પસાર થતા રેલ્વે ટ્રેક પર પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65