વાંકાનેરના ખંભારાપરા ખાતે રહેતી એક યુવતી ગામના અવેડે પિવાનું પાણી ભરવા ગયેલ હોય, જેમાં અગાઉ પણ પાણી ભરવા બાબતે આરોપી સાથે બોલાચાલી થયેલ હોય, જેનો ખાર રાખી એક શખ્સએ યુવતી પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતાં બાબતે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ખંભારા પરા ખાતે રહેતા ફરિયાદી ડાલીબેન લક્ષ્મણભાઇ ફાંગલીયા (ઉ.વ. 21)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના ઘર નજીક આવેલ અવેડામાં પીવાનું પાણી ભરવા ગયેલ હોય, જેમાં આરોપી તેજાભાઈ જીવણભાઈ ગમારા (રહે. ખંભારા પરા, વાંકાનેર)ને અગાઉ યુવતીના ભાઈ સાથે પાણી ભરવા બાબતે બોલાચાલી થયેલ હોય, જેનો ખાર રાખી આરોપીએ લોખંડના પાઇપ વડે યુવતી પર હુમલો કરી માર માર્યો હતો. જેથી આ બનાવમાં યુવતીની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65